મંડળની જાહેરાત ક્રમાંક : ૧૫૬ / ૨૦૧૮૧૯, આસીસ્ટન્ટ ફાર્માસીસ્ટ (આયુર્વેદ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૬/૦૩/૨૦૨૦ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્સર કી તા. ૧૯/૦૩/૨૦૨૦ ના રોજ પ્રસિદ્ધ કરી ઉકત આન્સર કી અન્વયે આ પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તે તા. ૦૩/૦૪/૨૦૨૦ ના રોજ બપોરના ૧૭-૦૦ કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં/ ટપાલ મારફત નિયત નમૂનામાં જરૂરી આધારો સહિત રજુ કરવા જણાવવામા આવેલ હતું.
જે અન્વયે ઉમેદવારો તરફથી મંડળીને છેલ્લી તારીખ સુધીમાં કોઇ રજુઆત મળેલ નથી. તેથી ઉકત પ્રોવિઝનલ આન્સર કી ને જરૂરી કાર્યવાહી અને અંતે ફાઇનલ આન્સર- કી તરીકે આથી જાહેર કરવામાં આવે છે. અને તે આખરી કરેલ આન્સર કી મુજબ હવે મંડળ દ્વારા પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટસ આધારે કેટેગરીવાઇઝ જગ્યાના પ્રમાણમાં બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રફિસીયન્સી ટેસ્ટ માટે ક્વોલિફાય ગણનાપાત્ર ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.
પોસ્ટનું નામ: સહાયક ફાર્માસિસ્ટ (આયુર્વેદ)
જાહેરાત નંબર: ૧૫૬/૨૦૧૮૧૯
પરીક્ષાની તારીખ: ૧૬/૦૩/૨૦૨૦
ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
Post a comment