ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ કેવી રીતે ભરવું (How to fill out a Driving license form)

ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ કેવી રીતે ભરવું (How to fill out a Driving license form). Driving Licence Online Form.

    ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે વિગતવાર જોઇશુ...
સૌપ્રથમ મિત્રો તમારે આ વેબસાઇટ પર જવાનુ રહેશે. https://sarathi.parivahan.gov.in/
આ લિંક ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમને નીચે પ્રમાણે જોવા મળશે.

https://sarathi.parivahan.gov.in/ sarathi

    હવે મિત્રો તમારે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનુ રહેશે. મારૂ રાજ્ય ગુજરાત છે તો હુ અહીં ગુજરાત સિલેક્ટ કરીશ. તમે જેવુ ગુજરાત સિલેક્ટ કરશો એટલે તમારી પાસે બીજી વિન્ડોઝ ઓપન થશે જે નીચે પ્રમાણે હશે.
Sarathi Parivahan Homepage

    હવે ઉપર બતવ્યા મુજબનું પેજ ઓપન થશે. આ પેજમાં તમારે (Apply Learner Licence) એપ્લાય લર્નર લાઇસન્સ પ્રથમ આઇકોન ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને નીચે મુજબની વિન્ડોઝ દેખાશે.

Following are the stages in Application Submission in Issuing Learner's Licence in the following order

    નીચે આપેલા ક્રમમાં લર્નરનું લાઇસન્સ ઇશ્યુ કરવા માટે એપ્લિકેશન સબમિશનના તબક્કાઓ નીચે મુજબ છે (Following are the stages in Application Submission in Issuing Learner's Licence in the following order)
 1. અરજી વિગતો ભરો એલ.એલ. (FILL APPLICATION DETAILS LL)
 2. દસ્તાવેજો અપલોડ કરો. (UPLOAD DOCUMENTS)
 3. ફોટો અને સહી અપલોડ કરો. (UPLOAD PHOTO AND SIGNATURE)
 4. એલ.એલ. સ્લોટ બુક (LL SLOT BOOK)
 5. ફી ચુકવણી. (FEE PAYMENT)
 6. પે સ્થિતિને ચકાસો. (VERIFY THE PAY STATUS)
 7. રિસિપ્ટ છાપો (PRINT THE RECEIPT)

 • ઉપર ક્રમમાં દર્શાવ્યા મુજબ આપણે ફોર્મ સબમીટ કરવાનું છે.
 • હવે મિત્રો તમારે Continue ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને નીચે મુજબ જોવા મળશે.
Select your learner test district sarathi

 • અહીં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે.
 • જિલ્લો પસંદ કરશો એટલે તમની નીચે મુજબ તમારા જિલ્લાઓમાં જે-જે જગ્યાઓએ લર્નર લાઇસન્સ માટેની ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન (License Issuing Centers) ના સ્થળ હશે તે દેખાશે.
Sarathi LL Place


 • ઉપરના સ્ક્રીનશોટ મુજબ તમારા જિલ્લાઓના License Issuing Centers દેખાશે.
 • તમને જે સ્થળ નજીક અને અનુકૂળ આવે તે તમારે કોઇપણ એક સિલેક્ટ (Check to select) તેમા ટિકમાર્ક કરી નીચે સબમીટ બટન ઉપર ક્લિક કરવું.
 • સબમીટ બટન ઉપર ક્લિક કરતા તમની નીચે મુજબનું પેજ ઓપન થશે.

Authentication With E-KYC Sarathi

    હવે તમને Authentication With E-KYC પેજ જોવા મળશે તેમા તમારે તમારો મોબાઇલ નંંબર નાખવાનો રહેશે જે મોબાઇલ તમારી પાસે હોવો જરૂરી છે. અહીં તમે જે મોબાઇલ નંંબર દાખલ કરો છો તેના પર તમને OTP મોકલવામાં આવશે. હવે તમરે તમારો મોબાઇલ નંબર ટાઇપ કરવાનો રહેશે. ત્યાર બાદ બાજુમાં  Generate OTP બટન ઉપર ક્લિક કરવાનુ રહેશે. તેના ઉપર ક્લિક કરતા તમારા મોબાઇલ ઉપર એક મેસેજ દ્વારા તમને OTP મળશે. તે OTP નીચે ટાઇપ કરી Authenticate With Sarathi બટન ઉપર ક્લિક કરવુંં. તેના ઉપર ક્લિક કરતા Application for Learner's Licence (LL) અપ્લીકેશન ફોર્મ ઓપન થશે.

અરજી વિગતો ભરો એલ.એલ. (FILL APPLICATION DETAILS LL)

નોંધ:
 • તમામ વિગતો કાળજીપૂર્વક ભરવી.
 • * દર્શાવેલ તમામ વિગતો ફરજિયાત છે.
 • * વિનાની વિગતો મરજિયાત છે જો તમારી પાસે ના હોય તો ખાલી છોડી શકો છો.
parivahan.gov.in learning licence formState: તમારૂ રાજ્ય
RTO Office: તમારા જિલ્લાની આર.ટી.ઓ. ઓફિસ
Name of the Applicant: 
 • FIRST NAME: તમારૂ નામ
 • MIDDLE NAME: તમારા પિતા / પતિનું નામ
 • LAST NAME: તમારી સરનેમ (અટક)
Relation: તમારી પાછળ તમારા પિતા કે પતિ જે હોય તેની સાથે રીલેશન
 • FIRST NAME: તમારા પિતા / પતિનું નામ
 • MIDDLE NAME: તમારા પિતાના પિતા કે પતિના પિતાનું નામ
 • LAST NAME: સરનેમ (અટક)
Full Name as per Records: અહી તમે તમારૂ નામ જોઇ શક્શો.
Gender: સ્ત્રી/પૂરૂષ જી લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરવુંં
Date of Birth: જન્મ તરીખ (DD-MM-YYYY) ફોર્મેટમાં
Place of Birth: જન્મ સ્થળ (ફરજિયાત નથી)
Country of Birth: જે દેશમાં તમારો જન્મ થયો હોય તે દેશનું નામ
Qualification: તમારો અભ્યાસ
Blood Group: લોહીનું ગ્રુપ (ફરજિયાત નથી)
Phone Number: ફોન નંબર હોય તો (ફરજિયાત નથી)
Email Id: તમારૂ ઇ-મેઇલ (ફરજિયાત નથી)
Applicatents Mobile Number: તમારો મોબાઇલ નંબર
Emergency Mobile Number: ઇમર્જન્સી મોબાઈલ નંબર
Identification Marks 1/2: (ફરજિયાત નથી)

parivahan application

 • અહી તમારે તમારૂ વર્તમાન અને કાયમી એડ્રેસ ટાઇપ કરવાનું છે.
 • તેમા અમારે તમારૂ રાજ્ય, જિલ્લો, તાલુકો અને ત્યારબાદ જો તમે ગામડામાં રહો છો તો તમારૂ ગામ અથવા શહેરનુંં નામ સિલેક્ટ કરો.
 • ત્યારબાદ તમારા ગામ કે શહેરનો પીનકોડ દાખલ કરો.
 • વર્તમાન અને કાયમી સરનામું તમારૂ એક જ હ્ય તો તમે Copy to Permanent Address ઉપર ક્લિક કરી શકો છો.
 • આ તમામ માહિતી ટાઇપ કરી નીચે તમે જે વહનનુંં  ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાં માંગતા હોય તે ક્લાસ એડ કરવાના રહેશે.

અહીં નીચે મુજબનાં ઘણા ક્લાસ જોવા મળશે.
 • Motor cycle without Gear (Non Transport) (MCWOG) - ગિયર વિનાની મોટર સાયકલ (નોન ટ્રાન્સપોર્ટ) (MCWOG) આ ક્લાસ ૧૬ થી ૧૮ વર્ષના માટે અને લેડીઝ કે જે મોપેડ બાઇકનુંં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવાવા માંગતા હોય તેના માટે છે.
 • Motor cycle with Gear (Non Transport) (MCWG) - ગિયર વાળી મોટર સાયકલ (નોન ટ્રાન્સપોર્ટ) (MCWG), 
 • LIGHT MOTOR VEHICLE (LMV) - લાઇટ મોટર વિહિકલ (LMV) (ફોરવ્હીલ)
    અન્ય ક્લાસ પણ તમને જોવા મળશે. હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ, ટ્રક, રીક્ષા વગેરે ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ ક્લાસ જોવા મળશે.
તમે જે વાહનનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગો છો તે તમારે એડ કરવાનુ રહેશે.
જો તમે ગિયર વાળી બાઇક અને કારનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગતા હોવ તો નીચે મુજબનાં સ્ક્રીંશોટ મુજબ એડ કરી શકો છો.
How to add a motorcycle with Gear (Non Transport) (MCWG) and Light Motor Vehicle (LMV) class Sarathi

    ઉપરની તમામ માહિતી ટાઇપ થયા ગયા બાદ નીચે Declaration મા તમારે Yes ટીકમાર્ક કરવાનું રહેશે.

Declaration:
 • I am willing to donate my organs, in case of accidental death?
 • I here by declare that to the best of my knowledge and belief the particulars given above are true
    ટીકમાર્ક કર્યા બાદ Submit બટન ઉપર ક્લિક કરી તમારૂ ફોર્મ સેવ થશે. સબમીટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમને નીચેના સ્ક્રીંશોટ મુજબ દેખાશે.
driving licence print

    હવે મિત્રો અહી આપણે Print Form1 ઉપર ક્લિક કરવાનુ રહેશે. આ ફોર્મ-૧ પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે નીચે મુજબ નવી ટેબમાં ફોર્મ-૧ ઓપન થશે.
form 1 self declaration parivahan

    આ ફોર્મ-૧ તમારે પ્રિન્ટ કરી તેમા તમારી સહી કરવાની રહેશે. તેમા તમારે Yes or No ટીકમાર્ક કરવાના છે. તેમા તમને જે લાગુ પડતા હોય તે મુજબ ટીકમાર્ક કરી શકો છો. જો તમને શરીરમાં કોઇ ખામી કે દેખાવામા કોઇ પ્રોબ્લેમ ના હોય તો તમે નીચે મુજબ ટીકમાર્ક કરી શકો છો.

Declaration:
 • (a) Do you suffer from epilepsy, or from sudden attacks of loss of consciousness or giddiness from any cause? No
 • (b) Are you able to distinguish with each eye ( or if you have held a driving licence to drive a motor vehicle for a period of not less than five years and if you have lost, the sight of one eye after the said period of five years and if the application is for driving a light motor vehicle other than a transport vehicle fitted with an outside mirror on the steering wheel side) or with one eye, at a distance of 25 metres in good day light (with glasses , if worn) a motor car number plate? Yes
 • (c) Have you lost either hand or foot or are you suffering from any defect in movement, control or muscular power of either arm or leg? No
 • (d) Do you suffer from night blindness ? No
 • (e) Are you so deaf as to be unable to hear ( and if the application is for driving a light motor vehicle, with or without hearing aid) the ordinary sound signal ? No
 • (f) Do you suffer from any other disease or disability likely to cause your driving of a motor vehicle to be a source of danger to the public, if so, give details? No

    ઉપર મુજબ તમે હા/ના ઉપર ટીકમાર્ક કરી શકો છો. હા/ના ઉપર ટીક કર્યા પહેલા કૃપા કરી એકવાર વાંચી લેવા વિનંતી.
    ફોર્મ-૧ માં સહી અને હા/ના ઉપર ટીકમાર્ક થઇ ગયા બાદ તમારે આ ફોર્મ-૧ સ્કેન કરવાનુ રહેશે. આની ફોર્મેટ JPEG/ JPG / PDF હોવી ફરહિયાત છે. અને તેમની સાઇઝ 200KB થી વધારે ના હોવી જોઇએ.
    ત્યારબાદ Print Acknowledgement ઉપર ક્લિક કરવુ. ત્યારબાદ નીચે મુજબ દેખાશે તેમા તમારે સેવ કરવાનુ રહેશે.

Print Acknowledgement - Sarathi - Parivahan - RTO

 • ઉપર મુજબ તમારે સેવ કરવાનુ રહેશે.
 • Print Form1 અને Print Acknowledgement આ બંંને ફાઇલ સેવ થઇ ગયા બાદ Next ઉપર ક્લિક કરવાનુ રહેશે.
 • ત્યારબાદ તમને નીચે મુજબ જોવા મળશે.

દસ્તાવેજો અપલોડ કરો. (UPLOAD DOCUMENTS)

how to upload documents in mparivahan

    અહીંં  તમારે Proceed ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમની નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.
Sarathi Document Upload Log in

અહીં તમારે Submit ઉપર ક્લિક કરવું.
Sarathi

 • અહીં તમને તમારૂ નામ, પિતાનું નામ સરનેમ, એપ્લીકેશન નંબર વગેરે માહિતી જોવા મળશે તેમા તમારે OK ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • OK ઉપર ક્લિક કર્યા બાદ નીચે મુજબ જોવા મળશે.
how to upload documents in driving licence

હવે ઉપર બતાવ્યા પ્રમાણે તમારે ૩ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ડોક્યુમેન્ટ (Documents required for Learning Driving Licence)
 • Age Proof - ઉંમરનો પુરાવો
  • લિવિંગ સર્ટીફિકેટ
  • જન્મ તારીખનો દાખલો
  • પાસપોર્ટ વગેરે
 • Address Proof - એડ્રેસનો પુરાવો
  • વોટર કાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ વગેરે
 • Form1 (Self Declaration) - ફોર્મ-૧

નોંધ: ઉપરના તમામ ડોક્યુમેન્ટની ફોર્મેટ JPEG/ JPG / PDF હોવી ફરહિયાત છે. અને તેમની સાઇઝ 200KB થી વધારે ના હોવી જોઇએ.

અહી તમારે આ ત્રણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થય ગયા બાદ નીચે મુજબ જોવા મળશે.

Sarathi Document are Uploaded Successfully

 • તમારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ થશે એટલે ઉપર મુજબ તમને જોવા મળશે All Document are Uploaded Successfully,
 • હવે તમારે Next ઉપર ક્લિક કરવાનુંં રહેશે.
 • ત્યારબાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.

ફોટો અને સહી અપલોડ કરો. (UPLOAD PHOTO ANDSIGNATURE)

how to upload photo sign in driving licence

અહીં તમારે Proceed ઉપર ક્લિક કરવાનુ રહેશે.

photo and signature size for driving licence

 • અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાના છે.
 • Photo and Signature size for Driving Licence
 • ફોટો અને સહીની સાઇઝ 10 થી 20KB ની હોવી જોઇએ.
 • અન્ય માહિતી તમે ઉપરના સ્ક્રીનશોટમા જોઇ શક્શો.
 • Browse ઉપર ફોટો અને સહી સિલેક્ટ કરી Upload and View Files બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ફોટો અને સહી જોવા મળશે.
 • ત્યારબાદ Save Photo & Signature Image Files બટન ઉપર ક્લિક કરી Next ઉપર ક્લિક કરવુ.
 • ત્યારબાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.

એલ.એલ. સ્લોટ બુક (LL SLOT BOOK)

parivahan ll slot booking

 • અહીં તમારે Proceed ઉપર ક્લિક કરવું.
 • ત્યારબાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.

sarathi otp for driving licence form

 • હવે તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ ઉપર Security Code મળશે. તે તમારે અહી ટાઇપ કરવાનો રહેશે.
 • ત્યારબાદ Submit ઉપર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.

LL Slot booking, Sarathi, Parivahan

હવે PROCEED TO BOOK ઉપર ક્લિક કરવું.

LL Slot Date for Licence Sarathi

 • અહી જે લીલા કલરમા તમને જે તારીખ જોવા મળે છે તે તમે Book કરી શકો છો.
 • તમે જે દિવસે લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ અને કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જવા માંગતા હો તે તારીખ સિલેક્ટ  કરો ત્યારબાદ ઉપરના સ્ક્રીનશોટ મા બતાવ્યા મુજબ બાજુમા સમય સિલેક્ત કરવાનો રહેશે.
 • ત્યારબાદ BOOK SLOT બટન ઉપર ક્લિક કરવું.

how to print ll slot booking receipt

 • BOOK SLOT બટન ઉપર ક્લિક કરતા જ ઉપર મુજબની સ્ક્રીન તમને જોવા મળશે.
 • અહીંં તમારે SAVE AS PDF બટન ઉપર ક્લિક કરી PDF ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે.
 • ત્યારબાદ NEXT બટન ઉપર ક્લિક કરવું.

ફી ચુકવણી. (FEE PAYMENT)

driving licence fees in gujarat 2020, driving licence fee for 4 wheeler and 2 wheeler

 • અહીં તમારે PROCEED ઉપર ક્લિક કરવુંં.
 • ત્યારબાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.

RTO Fees for Driving Licence

    હવે મિત્રો આપણે લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સની ફી ચુકવણી કરવાની રહેશે. અહી તમે તમારા ક્રેડિટ/ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ફી પે કરી શકો છો. ઓનલાઇન ફી ચુકવણી કરવા માટે Pay Now ઉપર ક્લિક કરી ત્યારબાદ I agree to the Terms and Conditions બટન ઉપર ક્લિક કરી તમે તમારા ક્રેડિટ/ ડેબિટ કાર્ડ નંબર દાખલ કરી ફી ચુકવણી કરી શક્શો.

driving licence online fee, atm

    ફી ચુકવણી સફળતા પૂર્વક થઇ ગયા બાદ તમને ફી ચુકવણીની રિસીપ્ટ જોવા મળશે તે તમારે ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવવાની રહેશે.
    હવે મિત્રો તમારૂ ફોર્મ સફળતા પૂર્વક સબમીટ થઇ ગયુ છે. હવે તમારે ફરી https://sarathi.parivahan.gov.in/ આ વેેેેેબસાઇટ ઉપર જવાનુંં છે. તેમા તમારે Others માં Print Application Form ઉપર ક્લિક કરવાનુ રહેશે.

driving licence application print

    હવે મિત્રો ઉપરની સ્ક્રીન મુજબ Print Application Form ઉપર ક્લિક કરશો એટલે નીચે મુજબ જોવા મળશે.

Print RTO Driving Licence Print

    અહીં તમારે Application Number મા તમારા મોબાઇલ ઉપર મળેલ અપ્લીકેશન નંબર અથવા તમે આગળ Print Acknowledgement પેજ ડાઉનલોડ કર્યુ છે તેમા પણ તમે તમારો એપ્લીકેશન નંબર જોઇ શક્શો. તે નંબર અને જન્મ તારીખ ટાઇપ કરી નીચે આપેલ Application Form, Print Form1, Print Form1-A બટન ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શક્શો. ફોર્મ-૧ આગળ તમે ટીકમાર્ક કરી સહી કરી સ્કેન કરી અપલોડ કરેલ હતુ તે જોડવાનુ રહેશે.
    આ તમામ PDF ની પ્રિન્ટ અને આ ફોર્મમા આપણે આગળ અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટ (ઓરિજનલ ડોક્યુમેન્ટ) લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લઇ જવાના રહેશે.
    લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સમાં તમારે કોમ્પ્યુટર ઉપર એક ટેસ્ટ આપવાની રહેશે. તે ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે.

RTO ગુજરાત લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછે છે? (How many questions does RTO ask in Learner Driving License Exam?)

 • કોમ્પ્યુટર ટેસ્ટમાં તમને ૧૫ પ્રશ્નો પુચવામાં આવશે. તેમાથી તમારા ૧૧ પ્રશ્નો સાચા હોવા જોઇએ.

RTO ગુજરાત - લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષામાં પુછાતા પ્રશ્નોના ગુજરાતી PDF (RTO Exam Book PDF in Gujarati)


ડ્રાઇવિંગ લાઇસન્સ માટે  માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટનું સ્લોટ બુકિંગ. (Slot Booking for DL (Driving Licence) Test Gujarat)

    લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ આવી ગયા બાદ મિત્રો તમારે DL Test Slot Book કરવાનો હોય છે. જેમા તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે.આ સ્લોટ લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ આવી ગયા બાદ થઇ શક્શે. આ સ્લોટ કેવી રીતે બૂક કરવો તે આપણે જોઇશુ.
સૌપ્રથમ તમારે પરિવહન સેવા (PARIVAHAN SEVA) ની વેબસાઇટ ઉપર જવાનુ રહેશે.
વેબસાઇટ: https://sarathi.parivahan.gov.in/
વેબસાઇટ ઓપન થઇ ગયા બાદ તમારૂ રાજ્ય સિલેક્ટ કરશો એટલે નીચે મુજબ જોવા મળશે.

DL Slot booking Sarathi Online

    અહીં તમારે Appointments માં Slot Booking DL Test ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.

Dl Skill test Sarathi

    અહીં તમારે Application Number ઉપર ક્લિક કરી પછી તમારે તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી Verification Code ટાઇપ કરી SUBMIT બટન ઉપર ક્લિક કરવું.

slot booking for driving licence parivahan

    અહીં તમારે જે વાહનની ટેસ્ટ આપવાની હોય તે સિલેક્ટ કરી PROCEED TO BOOK બટન ઉપર ક્લિક કરવુંં. ત્યરબાદ તમારા મોબાઇલમાં OTO / Security Code આવશે તે ટાઇપ કરી તમારી મનપસંદ તારીખ અને સમય સિલેક્ટ કરી શકશો. તારીખ સિલેક્ટ થયા બાદ પ્રિન્ટ આવશે તે સેવ કરી પ્રિન્ટ કઢાવવાની રહેશે.

    ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ પાસ થઇ ગયા બાદ તમારૂ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા એડ્રેસ ઉપર તમને થોડા દિવસોમાં મળી જશે. તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લિકેશનની સ્થિતિ કેવી રીતે જોઇ શકાય? (Check Driving License Application Status)

    સૌપ્રથમ તમારે પરિવહન સેવા (PARIVAHAN SEVA) ની વેબસાઇટ ઉપર જવાનુ રહેશે.
વેબસાઇટ: https://sarathi.parivahan.gov.in/
નીચે બતાવ્યા પ્રમાણે તમારે Application Status બટન ઉપર ક્લિક કરવાનુ રહેશે.

sarathi application status, driving licence application status

ત્યારબાદ નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.

Srathi M Parivahan

અહીં તમે તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી તમે એપ્લિકેશનની સ્થિતિ જોઇ શકો છો.

    મિત્રો ઉપરની માહિતીમાં કોઇપણ જગ્યાએ ના સમજાય કે કોઇ પ્રશ્ન હોય તો તમે આ પોસ્ટની અંતે તમે Comment (ટિપ્પણી) કરી તમારો પ્રશ્ન પુછી શકો છો. અમે તમારા તમામ પ્રશ્નોના જવાબ ટુંક સમયમાં આપવાના પ્રયત્નો કરીશુ.

Post a Comment

Previous Post Next Post

Facebook