આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? (How to download Aadhaar card?)

આજના સમયમાં ભારતના નાગરિક માટે આધારકાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. તમે ગમે તે જગ્યાએ જાવ ત્યા તમારે આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી બની ગયું છે.તમારા બધા પાસે આધારકાર્ડ તો હશે જ. મિત્રો તમે હવે આધાર કાર્ડની PDF તમે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો છો. તમે કોઈ જગ્યાએ ગયા હોય અને આધારકાર્ડ ભૂલી ગયા હોય તો તમને ઉપયોગી થાય.

આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? (How to download Aadhaar card?)


આધાર કાર્ડને લગતા તમને ઘણા પ્રશ્નો હશે....
 1. કઇ સાઇટ ઉપર થી આધાર કાર્ડ ડાઉનલોડ કરવું? (How to download Aadhaar card from which site?)
 2. આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુ? (How to download Aadhaar card?)
 3. આધાર કાર્ડની PDF નો પાસવર્ડ શું હશે? (What will be the password of Aadhar Card PDF?)

૧. કઇ સાઇટ ઉપર થી આધાર કાર્ડ ડાઉનલોડ કરવું? (How to download Aadhaar card from which site?)
 • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે https://eaadhaar.uidai.gov.in/ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શક્શો.

૨. આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુ? (How to download Aadhaar card?)
 • https://eaadhaar.uidai.gov.in/ આ સાઇટ તમે ઓપન કરશો એટલે નીચે મુજબ વેબસાઇટ જોવાા મળશે. 
How to download Aadhaar card?

 • અહીં તમારે તમારા આધાર કાર્ડનો ૧૨ અંકનો આધર નંબર ટાઇપ કરવાનો રહેશે.
 • ત્યારબાદ નીચે Captcha Verification માં Captcha ટાઇપ કરી નીચે Send OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ નીચે મુજબ જોવા મળશે.
Aadhar card download

 • Enter OTP માં તમારા મોબાઇલ નંબર ઉપર મેસેજ મા OTP પ્રાપ્ત થશે તે તમારે અહીં ટાઇપ કરવાનો રહેશે.
 • ત્યારબાદ નીચે Survey આપેલ છે તેમા તમારી રીતે ટીકમાર્ક કરી નીચે Verify And Download ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડની PDF ડાઉનલોડ થઇ જશે.

૩. આધાર કાર્ડની PDF નો પાસવર્ડ શું હશે? (What will be the password of Aadhar Card PDF?)
 • આધાર કાર્ડની PDF નો પાસવર્ડ તમારા નામનાં પહેલા ૪ અક્ષર અને જન્મ તારીખનું વર્ષ નાખવાનુ રહેશે.
 • દા.ત. જો તમારી નામ PATEL XXXBHAI XXXBHAI અને જન્મ તારીખ 01-06-2000 હોય તો તમારો પાસવર્ડ PATE2000 હશે. આ રીતે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે.

Post a Comment

Previous Post Next Post

Facebook